વાદળ થઈ હું આવ્યો છું – અનિલ ચાવડા

વાદળ થઈ હું આવ્યો છું ને તું કે’ છે ‘હું ઘેર નથી’,

આ વખતે જો ના પલળ્યો તો તારી સ્હેજે ખેર નથી.

 .

હશે દીવાલો જૂની ઝર્ઝર, પણ ફળિયાનાં ફૂલ જુઓને !

મારું ઘર છે મારા જેવું, મ્હેલ નથી ખંડેર નથી.

 .

તારી દીધેલ ઉદાસીઓ પણ દીકરી જેવી વ્હાલી છે,

સ્મિત અને આંસુની વચ્ચે મારે સ્હેજે ફેર નથી.

 .

સૌના ખિસ્સા ભરેલ છે, પણ હૃદય બધાના ખાલી છે,

અહીંયા સૌને ખુદની સાથે બીજું તો કંઈ વેર નથી.

 .

કોઈ કરગરતું ઈશ્વરને તો કોઈ કરગરતું કિસ્મતને,

કોણ અહીંયા એવું છે કે જે સ્હેજે ઘૂંટણભેર નથી ?

 .

( અનિલ ચાવડા )

Share this

5 replies on “વાદળ થઈ હું આવ્યો છું – અનિલ ચાવડા”

  1. મુસીબતોના માવઠા તો આવતા જ રહેશે , પણ શું કરવી આપણે લીલા લ્હેર નથી ?

    એક બિન-કવિ તરફથી , 🙂

  2. મુસીબતોના માવઠા તો આવતા જ રહેશે , પણ શું કરવી આપણે લીલા લ્હેર નથી ?

    એક બિન-કવિ તરફથી , 🙂

  3. મુસીબતોના માવઠા તો આવતા જ રહેશે , પણ શું કરવી આપણે લીલા લ્હેર નથી ?

    એક બિન-કવિ તરફથી , 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.