મીણબત્તી હોય તો સળગાવીએ;
આ ક્ષણોને કેમ કરતા બાળીએ ?
.
લો અમારી આંખ તો મીંચાઈ ગઈ–
પણ બધા સપનાઓને ક્યાં ઢાળીએ?
.
તું પ્રગટતો હોય તો આ છાતીએ
છુંદણાઓનું નગર ત્રોફાવીએ !!
.
છેક અંદર છે બધાયે ઉત્તરો–
ખુદને તો શું કહો સમજાવીએ ?
.
વીજળી જેવું ચમકશે આભમાં –
દીપ સાથે કાંય પણ અથડાવીએ !!
.
( દીપક ત્રિવેદી )