ફૂલની એક ડાળીને – સુરેશ દલાલ

ફૂલની એક ડાળીને

કાચની બારી સાથે પ્રેમ થયો.

 .

બારી તો બંધ

ને ડાળી તો અંધ

આ કેવો સંબંધ !

રે, પૂછો નહીં કેમ થયો ?

ફૂલની એક ડાળીને કાચની બારી સાથે પ્રેમ થયો.

 .

કોઈક દિવસ બારી તો ખૂલશે એ આશામાં,

ડાળી તો ઝૂલ્યા કરે : સૌરભની ભાષામાં

ગુનગુનતી ગીત : પણ અંતે નિરાશામાં.

 .

ફૂલપાન ખરી ગયાં

સ્વપ્નો સૌ મરી ગયાં

ને જીવવાનો વ્હેમ થયો

રે, પૂછો નહીં કેમ થયો ?

 .

( સુરેશ દલાલ )

One thought on “ફૂલની એક ડાળીને – સુરેશ દલાલ

  1. પાંપણ જુકે ને તમને નમન થઈજાય,
    હાથ જોડું ને તમને વંદન થઈજાય,

    હું એવી નજર ક્યાંથી લાવું? કે,
    તમને યાદ કરું ને તમારા દર્શન થઇ જાય.

    from :- અમિત & દિલીપ રાવલ

Leave a Reply to દિલીપ Cancel reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.