નથી કારણ – મધુમતી મહેતા

નથી કારણ છતાંયે વાતમાં કંઈ ફર્ક આવે છે,

જરા જુદા સ્વરૂપે આજ તારું દર્દ આવે છે.

 .

બધી આશા અને ઈચ્છા લઈને બંધ હાથોમાં,

સમયની પારથી માના ઉદરમાં ગર્ભ આવે છે.

 .

તમે આ આમ ઝંઝા થઈ અને ઘેરો નહીં અમને,

ઝીણી ફૂંકે બુઝાવામાં અમારો વર્ગ આવે છે.

 .

સમેટું છું મને આંખો કરીને બંધ મારામાં,

અને નવતર સ્વરૂપે મોત તારો અર્થ આવે છે.

 .

અરે મહેતા તમે જલસા કરો શી છે ફિકર તમને,

તમે જ્યાં જાવ છો પાછળ તમારી સ્વર્ગ આવે છે.

 .

( મધુમતી મહેતા )

Share this

6 replies on “નથી કારણ – મધુમતી મહેતા”

  1. સમેટું છું… વાળો શે’ર શિરમોર રહ્યો, આખી ગઝલ ઉમદા..!!

  2. સમેટું છું… વાળો શે’ર શિરમોર રહ્યો, આખી ગઝલ ઉમદા..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.