સતત દ્વાર થઈને – નરેશ સોલંકી

સતત દ્વાર થઈને ખખડવાનું લાવ્યા,

નરી અંધતા લઈ રખડવાનું લાવ્યા.

.

અમે ચીસ, પડઘા, ટહુકા ને ગીતો

પછી ખીણ અંદર ગબડવાનું લાવ્યા.

 .

છીએ ખુરશી ટેબલ ને કાગળની ફાઈલ,

મનોમન ઉદાસી બબડવાનું લાવ્યા.

 .

મને થાતી ઈર્ષાઓ પીંજરનાં પંખી

નગરમાં અકારણ ફફડવાનું લાવ્યા.

 .

કલેજું ભલેને સિકંદરનું રાખો

મસાણોમાં માથું રગડવાનું લાવ્યા.

.

છતો જોઈને બસ આ વરસે છે વાદળ

અમે રિક્ત નેવે દદડવાનું લાવ્યા.

 .

( નરેશ સોલંકી )

Share this

2 replies on “સતત દ્વાર થઈને – નરેશ સોલંકી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.