મારી અંદર – કાજલ ઓઝા વૈદ્ય

મારી અંદર ક્યાંક – કોઈક ખૂણે

આજે પણ એક ભીની રાત જીવે છે.

એકાંતમાં – લપાઈ – છુપાઈને

એની સુંવાળપને અડકું,

ત્યારે

સાપની ચામડીને અડક્યા જેવો

ભયનો ધ્રાસકો પડે છે.

 .

એની તેજાબી ભીનાશની છાલક

મારી આંખમાં ન ઊડે,

એનો ડર

મને સતત સતાવે છે…

 .

રેતીના નગરમાં

વગર સિંચ્યે

સંવેદનાઓની વેલ વધતી જ જાય છે

પણ હવે, જડમૂળથી ઉખાડીને ફેંકી દેવી

છે,

એ રાતને….

 .

મૃગજળના કુંજાને

હું – તમે કે બીજું કોઈ પણ,

ક્યાં લગી સાચવે ?

 .

( કાજલ ઓઝા વૈદ્ય )

Share this

4 replies on “મારી અંદર – કાજલ ઓઝા વૈદ્ય”

  1. ખૂબ મજાની સંવેદનથી ભરી ભરી રચના..!!

  2. ખૂબ મજાની સંવેદનથી ભરી ભરી રચના..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.