બાળપણમાં – કાજલ ઓઝા વૈદ્ય

બાળપણમાં ભેટ મળેલી

પરીકથાઓની ચોપડી

જીર્ણ-શીર્ણ હાલતમાં-

છતાંયે,

આજે પણ સાચવી રાખી છે – મેં !

 .

એકડદંડિયા મહેલમાં

પુરાયેલી રાજકુમારીને

છોડાવવા આવતો રાજકુમાર

એમાં સફેદ ઘોડા પર સવાર તો થયો છે…

પણ, એનો ચહેરો ફાટી ગયો છે !

 .

વારંવાર વાંચેલી એ વાર્તામાં

શબ્દેશબ્દ મને યાદ રહી ગયો છે

પણ

રાજકુમારનું નામ

કેમેય કર્યું યાદ આવતું નથી

નામ કે ચહેરો…

…મળશે ખરાં ?

 .

( કાજલ ઓઝા વૈદ્ય )

Share this

2 replies on “બાળપણમાં – કાજલ ઓઝા વૈદ્ય”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.