પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી Jul15 (૧) સ્પર્શ, અણુએ અણુમાં વ્યાપી જતી, પૂરા પામી જવાની પ્રવાહી ઘટનાનું નામ સ્પર્શ ! એકત્વની આરાધનાનું પ્રથમચરણ અને પૂર્ણ અદ્વૈતનું મૌન શિખર એ જ સ્પર્શ. પૂર્ણ સ્પંદને નિ:સ્પંદીત ચેતના એ જ સ્પર્શ પ્રકાશ ! . તું જ્ઞાન, અંધકાર અમે ! . (૨) ક્ષણ, સમયનું પરમસત્ય એ જ ક્ષણ. ‘હતું’ અને ‘હશે’ની વચ્ચે ‘હોવું’ની વાસ્તવિકતા એ જ સત્યક્ષણ. અખિલાઈએ ક્ષણની ઓળખ, ક્ષણનું અનુસંધાન અને ક્ષણનો આનંદ એ જ ક્ષણ સાક્ષાત્કાર ! . તું અનંત, અંત અમે ! . ( ડો. ભરતભાઈ મિસ્ત્રી )