…હું ને કલમ બેઠા – લલિત ત્રિવેદી

 તપસ્વી તૃણ ઉપર બેઠા હો એમ હું ને કલમ બેઠા

સરસતી ! એક પગલું પાડવા હું ને જનમ બેઠા ?

 .

રૂઝવવા’તા અમુક આઘાત ઉજવવા’તા અમુક જજબાત

રૂડા બે-ત્રણ સ્મરણની જુઈમાં હું ને જખમ બેઠા ?

 .

કમળની પાંદડી છે કે તિલસ્માતી કોઈ સંધ્યા ?

સરોવર-શા મૃદુલ એકાંતમાં હું ને સ્વયમ બેઠા !

 .

ન ઘંટારવ હતા કોઈ કે ના તો ગુંજ અજાનોની

સબદના તારના અજવાસમાં હું ને સનમ બેઠા !

 .

ખુદા બેઠા’તા…હું બેઠો’તો ને લોબાન વ્હેતા’તા…

ખુદા ! આ કૈ ઈબાદતગાહમાં હું ને ભરમ બેઠા !

 .

( લલિત ત્રિવેદી )

Share this

2 replies on “…હું ને કલમ બેઠા – લલિત ત્રિવેદી”

  1. સરસ ભાવપૂર્ણ ગઝલ….અંતિમ શેર બહુજ ગમ્યો-કવિમિત્ર શ્રીને ખૂબ-ખૂબ અભિનંદન અને આપનો આભાર, સરસ ગઝલ ભાવકો સુધી પહોંચાડવા બદલ….

  2. સરસ ભાવપૂર્ણ ગઝલ….અંતિમ શેર બહુજ ગમ્યો-કવિમિત્ર શ્રીને ખૂબ-ખૂબ અભિનંદન અને આપનો આભાર, સરસ ગઝલ ભાવકો સુધી પહોંચાડવા બદલ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.