આ માણસને શું કહેવું ? – દિનેશ ડોંગરે

કારણ વિના તડપે છે, આ માણસને શું કહેવું ?

ચાતક જેવું તરસે છે, આ માણસને શું કહેવું ?

 .

ઘરગૃહસ્થી, દુનિયાદારી સઘળું નેવે મૂકીને,

અમથો અમથો ભટકે છે, આ માણસને શું કહેવું ?

 .

હોઠોં પર છે પ્યાસ ગજબની, કંઠ હજી વ્યાકુળ તો પણ-

વાદળ માફક વરસે છે, આ માણસને શું કહેવું ?

 .

કોઈ આવે ના આવે, એને ક્યાં છે ફેર કશો !

બન્ને આંખો ફરકે છે, આ માણસને શું કહેવું ?

 .

સાવ લગોલગ રહીને પણ, સ્પર્શ્યો ના અમને સહેજે,

આઘે જઈને અડકે છે, આ માણસને શું કહેવું ?

 .

રોજ નવી ઈચ્છાને, વેતાળ સરીખું વળગીને,

ઊંધે માથે લટકે છે, આ માણસને શું કહેવું ?

 .

ઊંડા ઝખ્મો, ઘેરી પીડા, મનમાં ધરબીને ‘નાદાન’,

જો, મૂછોમાં મલકે છે, આ માણસને શું કહેવું ?

 .

( દિનેશ ડોંગરે )

Share this

4 replies on “આ માણસને શું કહેવું ? – દિનેશ ડોંગરે”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.