જળજળ કરી હતી – શ્યામ ઠાકોર

એકાન્તની એકે’ક ક્ષણ ઝળહળ કરી હતી

તારા વિશે મેં સેંકડો અટકળ કરી હતી.

 .

ભીની હવાની લ્હેરખી આવી નહીં ફરી;

દ્વારે પ્રતિક્ષા વાંઝણી પળપળ કરી હતી.

 .

દરિયા તણી વ્યાકુળતા જોયા પછી તરત;

આ માર્ગમાં થીજી નદી ખળખળ કરી હતી.

 .

ઓઢી ઉદાસી ઉંબરે એ રાતભર રડી;

કોણે ક્ષણોને આટલી વિહવળ કરી હતી.

 .

આવ્યું અચાનક ‘શ્યામ’ વાદળ ક્યાંકથી ચડી;

સુક્કી ધરા પળવારમાં જળજળ કરી હતી.

 .

( શ્યામ ઠાકોર )

One thought on “જળજળ કરી હતી – શ્યામ ઠાકોર

 1. અંતરની ખુશી + આનંદ એટલા વધી જાય કે, સમગ્ર તંત્ર
  હલ્બલી જાય …અસ્તિત્વ ૧૮૦ અંશ ફરી જાય.
  ઝળહળ …અને ….

  “શ્વાસે ટકેલી પળનો મતલબ શું છે?
  “હું” જેનું મૂળપોત સજ્જડ,વજૂદ છે!
  બેઠા અંધારે થઇ સ્થિર સમથળ ત્યારે,-
  ‘થતું વચ્ચે ઝળહળ!’,નો મતલબ શું છે?”
  -લા’કાંત / ૭-૧૦-૧૩

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *