લઘુકાવ્યો – રાકેશ હાંસલિયા Oct12 (૧) જ્યારથી સરકારની નોટિસ આવી છે ત્યારથી, કંઈ સમજાતું નથી, ઘર કપાતમાં ગયું છે કે હૃદય ?? . (૨) ‘મા’ ને મગ્ન થઈ કપડાં ધોતી જોઉં છું ત્યારે મનની મલિનતાઓ પણ ધોવાઈ જાય છે !! . (૩) ધૂળમાં ચકલીને ન્હાતી જોઈને મારી આંખો થઈ ગઈ મેઘધનુષી !! . ( રાકેશ હાંસલિયા )