પ્રેમ સર્વસ્વ નથી – એડના સેન્ટ વિન્સેન્ટ મિલે

પ્રેમ સર્વસ્વ નથી: એ નથી અન્ન કે નથી જળ

નથી નિંદ્રા, નથી એ વરસાદથી રક્ષતું છાપરું;

વળી નથી એ તરતા જહાજનો કૂવાસ્તંભ એ લોકો માટે જે

ડૂબે છે અને તરે છે અને ડૂબે છે અને તરે છે ને

ફરી પાછા ડૂબે છે,

પ્રેમ ખીચોખીચ ફેફસાંને હવાથી ભરી શકતો નથી,

નથી એ લોહીને શુદ્ધ કરી શકતો, નથી કરી શકતો ભાંગેલા

હાડકાને સમુંસૂતરું

તોયે કેટલાયે લોકો મૃત્યુ સાથે દોસ્તી કરે છે

હું બોલી રહી છું એ દરમ્યાન કેવળ પ્રેમના અભાવે

કદાચ એમ પણ બને મુશ્કેલીના સમયમાં

પીડાથી જકડાયેલી અને છુટકારા માટે નિસાસા નાખતી કે

ઊણપથી પીડાતી હું મારા પર અંકુશ ન રાખી શકું.

શાંતિ માટે કદાચ તમારો પ્રેમ વેચવા હું દોરાઈ જાઉં.

ખોરાક માટે હું તમારાં આ રાત્રિનાં સ્મરણોનો સોદો કરું.

કદાચ એમ પણ બને. હું નથી ધારતી કે હું એમ કરું.

 .

( એડના સેન્ટ વિન્સેન્ટ મિલે – અનુ. જયા મહેતા )

 .

મૂળ : અમેરિકન

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.