તારી ગુલાબી હથેળી – સર્વેશ્વરદયાલ સક્સેના Oct26 પહેલી વાર મેં જોયું પતંગિયું કમલમાં રૂપાંતરિત થતું પછી કમળ પરિવર્તન પામ્યું ભૂરા જળમાં ભૂરું જળ અસંખ્ય પંખીઓમાં અસંખ્ય પંખીઓ રંગીન લાલ આકાશમાં અને આકાશ રૂપાંતરિત થયું તારી ગુલાબી હથેળીમાં… આમ ને આમ મેં અનેકવાર જોયાં આંસુઓ સપનામાં રૂપાંતરિત થતાં… . ( સર્વેશ્વરદયાલ સક્સેના, અનુ. સુરેશ દલાલ ) . મૂળ : હિન્દી
Really Awesome, Very nice thinking…