એક ઈચ્છા – સોનલ પરીખ Jan27 એક ઈચ્છા પર ચામડીની જેમ વળગેલા મારા જીવને હું ઉતરડી રહી છું થોડું માંસ ખૂલે છે થોડું લોહી વહે છે કાચકણીની જેમ આંખમાં ખૂંચે છે થોડાં આંસુ ને પથ્થર બંધાય છે બંને પાંખમાં તો પણ ચામડીની જેમ એક ઈચ્છા પર વળગેલા મારા જીવને હું ઉતરડી કાઢું છું. . ( સોનલ પરીખ )