કૂવા સમા સંબંધની – અનિલ ચાવડા

કૂવા સમા સંબંધની એક જ કડી રહી છે

પાણી ગયું સુકાઈ ને બસ ગરગડી રહી છે.

 .

ફેંકાઈને તારાપણાના આ તળાવ બાહર,

મારાપણની માછલીઓ તરફડી રહી છે.

 .

મરવા પડેલી સઘળીયે ઘરડી જિજિવિષાઓ,

ખુદની નહીં તો કોની એ સામું લડી રહી છે ?

.

આંખો ભરીને નૈં પરંતુ મન ભરીને જોઈ,

અમથી જ આંખો તો બધે આંખે ચડી છે.

 .

છે જીવવાની રીત મારી કૈંક એવી જાણે,

લાગે બધાને જિંદગી મને પરવડી રહી છે.

 .

( અનિલ ચાવડા )

One thought on “કૂવા સમા સંબંધની – અનિલ ચાવડા

  1. तूने फैसले ही फ़ासले बढ़ानेवाले किये है,
    वरना कुछ ना था तुझसे ज़्यादा करीब मेरे…!!!

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.