સમજાતું નથી મને – પ્રાણજીવન મહેતા May3 કેમેય સમજાતું નથી મને, જીવવાના વાંકે ને પછી મરવાના કારણે- શું છે આ લડાઈ. . આ તો ખટપટોનો છે આ ખેલ-તમાશો જોયા કરું છું નિતનિત અહીં બેસી દેખું રોજબરોજ આ તત્વ-તમાશો જોઈ રહું અનલ-અનિલ પેલું આકાશ ને અવકાશ પણ આમ ધરા ફરતે ફરતો રહું જાણ્યે-અ-જાણ્યે. . અહીં જિહ્વા, મન, બુદ્ધિ ચિત્ત ચોમેરે આંટા-ફેરા કરતા જોઈ રહું. . હું જ મને પૂછવા બેસું- સમ-વિસમ શું છે આ મારી અકથ અર્થ-કહાની ? . ( પ્રાણજીવન મહેતા )