અંતર – સંદીપ ભાટીયા Jun1 (૧) મારા ઘરથી તારા ઘર સુધીના રસ્તા કરતાં તારા ઘરથી મારા ઘરા સુધીનો રસ્તો કેમ વધુ લાંબો હોય છે હંમેશાં ? . (૨) I miss you, તેં કહ્યું. . ખાલી થઈ ગયેલા ગામની વચ્ચે વરસોથી અપૂજ દેરીમાં કોઈએ દીવો પ્રગટાવ્યો જાણે. . ( સંદીપ ભાટીયા )