હજીયે – યોગેશ જોષી Jun3 પેલી તરફ જવા હું દાખલ થયો અરીસાની અંદર ને મારું પ્રતિબંબ આ તરફ નીકળ્યું બહાર… . અમે બંને એકમેકમાંથી પસાર થયા આરપાર… . તોય કેમ હજીયે સાવ અજાણ્યા ?! . ( યોગેશ જોષી )