મધુમાસમાં આવો – કુમાર જૈમિની શાસ્ત્રી

કદી અણસારમાં આવો, કદી આભાસમાં આવો

સુગંધીના ગુણાકારો કરીશું, શ્વાસમાં આવો.

.

તમારી દિવ્યતા આખા જગતમાં સર્વવિદિત છે,

શુકનવંતા સિતારા છો કદી આકાશમાં આવો.

.

.અમારી બેકરારી બારમાસી ફૂલ જેવી છે,

તમે છો શક્યતાઓ પુષ્પની, મધુમાસમાં આવો.

.

તમારું આવવું, ચાલ્યા જવું પડઘાય છે એમાં,

‘દિવાને-આમ’માં આવો ‘દિવાને-ખાસ’માં આવો.

.

ખબર ક્યાં કોઈને, શું છો તમે, તડાકા છો ? છાયા છો ?

કહીને ના બતવો, માત્ર ખુલ્લા ઘાસમાં આવો.

.

( કુમાર જૈમિની શાસ્ત્રી )

Share this

2 replies on “મધુમાસમાં આવો – કુમાર જૈમિની શાસ્ત્રી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.