આવી ગયા છીએ-શોભિત દેસાઈ

આવી ગયા છીએ ક્યાં એની ધ્રુજારી પણ છે,
પાછા જવાની માથે ઊભી ઉધારી પણ છે.

પાણી ઉપર હલેસાંના ડાઘ શું જુઓ છો ?
સામા પ્રવાહે સામે હોડી ઉતારી પણ છે.

વર્ષો પછીથી આજે આ યાદ કોણ આવ્યું ?
તન ઝળહળે છે, રોશન અંતર અટારી પણ છે.

મન તૃપ્તિઓથી ભરવા, મૂળમાંથી નષ્ટ કરવા,
ઈચ્છાઓ કેટલી મેં જોને ! વધારી પણ છે.

સીમાઓને સ્વીકારી, જઈએ અસીમમાં, ચલ !
સીમાઓ તારી પણ છે, સીમાઓ મારી પણ છે !

( શોભિત દેસાઈ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.