જડ્યો છું-મનીષ પરમાર

શોધજે અવશેષ મારા કેટલું ભાંગી પડ્યો છું,
આખરે વરસો પછી ખંડેરમાંથી હું જડ્યો છું.

છેક ઊંચે ઊડવા આકાશમાં ફાળો ભરી છે,
હું ધરા આલિંગવા આકાશ થૈ નીચે અડ્યો છું.

આથમી લેવાનું મારે એકલાએ તું મળી ના-
સૂર્ય જેવો સૂર્ય થૈને કેમ હું સાંજે રડ્યો છું ?

ફેંકી દીધેલો મને પથ્થર સમો સમજીને ત્યાં,
માર્ગમાં ઠેબે ચડેલો હું મને કયરે નડ્યો છું.

વિશ્વના સાર સિમાડા ખૂંદી વળવાને મળ્યા છે,
હું મને તો ગતજનમનો શબ્દ થૈને સાંપડ્યો છું.

( મનીષ પરમાર )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *