મૌનના ભડકા-અનંત રાઠોડ ‘અનંત’ Oct2 વરસો વરસથી ભીતરે ચાલી રહ્યા ઝગડા વિશે મારે કશું કહેવું નથી દરરોજ ચાલે જીવ સટોસટ યુદ્ધ એ ઘટના વિશે મારે કશું કહેવું નથી તૈયાર થઈને હોંશથી, સામાન લઈને સૌ સમયસર નીકળ્યા’તા ઘેરથી, ને સહેજ માટે બસ ચૂકી ગયા એ બધા સપનાં વિશે મારે કશું કહેવું નથી શરણાઈ લઈને એક માણસ કોઈ પણ અવસર કે આમંત્રણ વગર આવ્યો હતો ને ગામમાં મૂકતો ગયો એ મૌનના ભડકા વિશે મારે કશું કહેવું નથી મોટાં ઘરોની દીકરીની જેમ એ આવે અને એકાદ ક્ષણ જોવા મળે એકાદ ક્ષણનાં એ ખુશીનાં ઠાઠ ને ભપકા વિશે મારે કશું કહેવું નથી ( અનંત રાઠોડ ‘અનંત’ )
ખૂબ ખૂબ આભાર