પ્રેમ માટે ભય-કાબેરી રાય Oct16 તમે કહો, તમને ફૂલ બહુ ગમે પણ જ્યારે ફૂલ ખીલે છે તમે ફૂલ તોડી નાખો છો. તમે કહો, તમને વરસાદ બહુ ગમે- દિવસને અંતે જ્યારે વરસાદ પડે તમે એનાથી જાત બચાવો છો. તમે કહો, દક્ષિણ દિશાથી આવતો પવન બહુ ગમે પણ જ્યારે મોટી ડમરી ચઢે બારી એકદમ બંધ રાખો છો. હું ભય પામી જાઉં છું ત્યારે જ્યારે તમે કહો છો, તમે મને ચાહો છો. ( કાબેરી રાય )