અઢી અક્ષરની વેણુ…-ગાયત્રી ભટ્ટ Nov6 ટગર ટગર ના જોશો; આ તો અઢી અક્ષરની વેણુ વગર વગાડ્યે વાગી ઊઠે; જેવું જેનું લહેણું… આંગળીએ જે વાત ઝૂરતી સૂરમાં ઢળતી જાય ફૂંક વસી જેની અંદર અખંડ દીવો થાય શુકનવંતા વેળા પહેરાવે અમને સૂરનું ઘરેણું વગર વગાડ્યે વાગી ઊઠે; જેવું જેનું લહેણું… અઢી અક્ષરની વેણુ… આરપાર વીંધાતું કોઈ એક તાર થઈ વાગે ગીત હશે કંઈ એવું ગેબી નભ પણ નાનું લાગે ! સપ્તકની યે પાર હતું એ કોઈ પરમનું કહેણું વગર વગાડ્યે વાગી ઊઠે; જેવું જેનું લહેણું… અઢી અક્ષરની વેણુ… ( ગાયત્રી ભટ્ટ )