ફેરે-ફેરો ફળશે-દિલીપ જોશી Nov15 દર્પણમાંથી બહાર નીકળ તો દુનિયા જોવા મળશે ! પરપટાની ટોચ ઉપર તું ઝબકારે ઝળહળશે !…. બહાર નીકળતા મહિના-વરસો-યુગ કૈં બદલાઈ જશે ! હર વળાંક પર વળતો રસ્તો સામેથી સમજાઈ જશે ! પગલે-પગલે પરવાળાના લોઢે-લોઢ ઊછળશે !….. તથ્ય હોય શું નામ-રૂપમાં ક્ષણમાં એ અણસાર મળે ! માર પલાંઠી અમરાપુઅરનું ભીતર ખૂલતું દ્વાર મળે ! અંદરના અઢળક અજવાળે ફેરે-ફેરો ફળશે !….. સુખ ક્યાં છે જાણ થવાની સચરાચરની પાર જઈ ! જીવ ઝબોળી માણ સમયને સથવારામાં સ્વર્ગ લઈ ! વેદ-મંત્ર થઈ દિશા-દિશાઓ ખુદને ઘેરી વળશે !….. ( દિલીપ જોશી )