આંગળીના ટેરવે-રન્નાદે Nov27 આંગળીના ટેરવે ક્યાંથી મળે જળનું ટીપું ? સ્પર્શ ભીનો ઝળહળે છે, ઝળહળે જળનું ટીપું. છીપ પણ અકબંધ રાખી સાચવે શમણું હજી ખોલશો ના તોડશો ના-ટળવળે જળનું ટીપું. આંખની બારે ઉઘાડી કોણ આ ઊડી ગયું ? ઝૂરતા એકાંતને ક્યાં સાંકળે જળનું ટીપું ? ડાળથી છૂટાં પડેલા પાંદડાંઓ ક્યાં ગયાં ? પીળચટ્ટી ધૂળમાં આ ટળવળે જળનું ટીપું. સાવ સૂના ઓરડાને સાચવી ઘર ઊંઘતું આંગણે આકાશ ઊભું-નેવલે જળનું ટીપું. ( રન્નાદે શાહ )