તમારો ચહેરો-નીતા રામૈયા Jan4 આસમાની તારલીએ ઝગમગે તમારો ચહેરો ને તારલી જાય છુપાઈ તો કેવું લાગે આરતીની દીવડીએ ઝગમગે તમારો ચહેરો ને દીવડી જાય બુઝાઈ તો કેવું લાગે વનરાજિની વેલડીએ ઝગમગે તમારો ચહેરો ને વેલડી જાય સુકાઈ તો કેવું લાગે મોગરાની પાંદડીએ ઝગમગે તમારો ચહેરો ને પાંદડી જાય મૂરઝાઈ તો કેવું લાગે આરતીની દીવડીએ ઝગમગે તમારો ચહેરો ને દીવડી જાય બુઝાઈ તો કેવું લાગે ( નીતા રામૈયા )