એમ તો હું પણ-જયા મહેતા Jan7 એમ તો હું પણ જાગી હતી સપનાંનોસથવારો લઈને આંખમાં. ટચલી આંગળીએ ગોવર્ધન તોળવા હું ઘણું મથી, પણ મારે ભાગે તો હતો ખરાબે ચડેલા વહાણનો ટકી રહેવાનો તરફરાટ, રણની તપતી રેતીના ધખારા, હલાહલને પોતાનામાં સમાવીને બેઠેલા સાગરના તળિયાનો અંધકાર, ભીતર બહાર બહાર ભીતર લથડિયાં ખાતા કેવળ શ્વાસ અને… ( જયા મહેતા )