અને-માધવ રામાનુજ Feb12 વરસે અનરાધાર અને મન કોરું કોરું ! તરસે લથબથ પ્રાણ અને મન કોરું કોરું ! અંતરમાં એકલતાનું રણ ધોમ ધખે છે ત્યારે, પગરવને અંકૂરિત કરવા બીજ રોપશો ક્યારે ? મૃગજળ સમા વિરહના દરિયા ને સ્મરણોનું ફોરું… વરસે અનરાધાર અને મન કોરું કોરું… અમને અંતરિયાળ મળ્યું એ હતું કયું અજવાળું ! એક જ ઝબકારે અનંતને આરપાર હું ભાળું… તોય નથી તલભાર પલળતું, આંસુ ફોરું ફોરું… વરસે અનરાધાર અને મન કોરું કોરું ! તરસે લથબથ પ્રાણ અને મન કોરું કોરું ! ( માધવ રામાનુજ )