દરિયો-પ્રીતમ લખલાણી Feb19 ૧. નદીઓને એકમેક સાથે ઝગડતી જોઈ, દરિયો પથ્થરપર માથું પછાડે છે ! ૨. ગુમ થઈ ગયેલી નદીના વિરહમાં દરિયો રેતીમાં શંખલાં વીણ્યા કરે. ‘કોઈક હોડી નદી મળ્યાના સુખદ સમાચાર લાવે!’ ૩. કાંઠે રમતાં બાળકો સાથે ઘર ઘર રમવા દરિયો હડી કાઢતો આવે. ( પ્રીતમ લખલાણી )