ટહુકો-પ્રીતમ લખલાણી Mar4 ૧. રાત્રે આ ટમટમતા તારા એ બીજું કાંઈ નથી. પણ દિવસે પંખી ચાંચે આભમાં વેરાઈ ગયેલા ટહુકા જ હોય છે. ૨. કોઈ ઢળતી સાંજે પંખી ટહુકે ત્યારે પીંજરું પીગળીને આભ થઈ જતું હોય છે. ૩ ઊડી જતો ટહુકો એવું તે શું કહી ગયો કે પર્ણ લાલ-પીળાં થઈ ગયાં ? ૪. પંખી પૂછે ડાળને ‘જોઈએ છે ટહુકો ? તો બોલો તે કઈ ઢગલીમાં હશે ?’ ( પ્રીતમ લખલાણી )