ખિસકોલી-પ્રીતમ લખલાણી Mar9 ૧. વસંત કઈ ડાળેથી પ્રવેશી વૃક્ષમાં તેની ખબર હોય છે માત્ર ખિસકોલીને જ ! ૨. ફળિયે ટહુકા વીણતી ખિસકોલીને જોઈને કોયલ મૂંઝાઈ, કે ખિસકોલી મારી જેમ ટહુકવા તો નહીં માંડેને ? ૩. કોયલને ખિસકોલીએ જ કહ્યું કે ; ‘વસંત આવે છે’. ( પ્રીતમ લખલાણી )