છત્રી-પ્રીતમ લખલાણી Mar12 ૧. છત્રી ખૂલતાં જ તડકો આભથી ધોધમાર વરસે ! ૨. છત્રી છતાં મુગ્ધા કોઈની યાદમાં તરબોળ ભીંજાય. ૩. માણસને છાપરા તળે કોરોકટ ઊભેલ જોઈને છત્રી ટહુકતા મોરને કહે : ‘મૂવા, અભાગિયા અવસરે પણ ભીંજાઈ ન શક્યા !’ ૪. જો માણસ છત્રીની જેમ ઊઘડી શકતો હોત તો ! કદાચ આભ બારેમાસ મન મૂકીને વરસતું હોત ! ૫. જ્યોતિષના ઇશારે ફૂટપાથે નાચતો પોપટ છત્રીના છિદ્રમાંથી દેખાતા આભ સામું જોઈને ભવિષ્યનું પાનું નહીં ખોલતો હોયને ? ( પ્રીતમ લખલાણી )