સ્મૃતિઓ-જયા મહેતા May13 સ્મૃતિઓ સળવળ્યા કરે છે ફરી ફરીને દૂઝ્યા કરતા જખમની જેમ અને આંખને ખૂણે ઝળૂંબી રહે છે આંસુનાં ટીપાં. એમાં મેઘધનુષના રંગો જોવાનો પ્રયત્ન કરશો નહીં, એ ઝાકળબિંદુઓ નથી કમળની પાંખડી પરનાં. એમાં ઉદાસીના કાળભૂખરા રંગ જોવાનો પ્રયત્ન કરશો નહીં, એ વરસાદમાં લટકી રહેલાં ટીપાં સુક્કી ડાળી પરનાં. જુઓને, કેવી ઝળૂંબે છે આંખને ખૂણે જીવંતપણાની નિશાનીઓ ! ( જયા મહેતા )