ફોડતો રાખ્યો-આહમદ મકરાણી May24 જીવનની રાહમાં કાયમ મને તેં દોડતો રાખ્યો; ન ઊતરું ક્રોસથી એવી રીતે તેં ખોડતો રાખ્યો. મને આ શહેર આખું ઓળખીતું કેમ લાગે છે ? બનાવી પોસ્ટરો હર ભીંત પર તેં ચોડતો રાખ્યો. રહું જોઈ ગગનને એકાદિ ફણગાઈને આખર; નરમ હાથે ધરામાં બીજ માફક ગોડતો રાખ્યો. રહે નીકળી કદાચિત તો નસીબે પાન મારુંયે; નસીબોના તરુ પરથી પરણ તેં તોડતો રાખ્યો. વીતેલા એ સમયનો રથ ઝડપથી ચાલતો રહ્યો; ટચાકા આંગળીના પણ મને તેં ફોડતો રાખ્યો. ( આહમદ મકરાણી )