વર્ષગાંઠે-તુષાર શુક્લ Sep17 વર્ષગાંઠે એક વધુ વર્ષ બંધાય છે, અનુસંધાય છે જીવન સાથે. આ નવા વર્ષનું આગમન આનંદદાયી તો જ બને જો વીતેલા વર્ષોની ગાંઠોનો ભાર પીડા ન બને. વળી એક વર્ષ…વળી એક ગાંઠ… આવો ભાવ મનમાં હોય તો ન જ ઉજવાય વર્ષગાંઠ. વર્ષગાંઠ બંધન નહિ, અનુસંધાન બની રહે જીવનનું તો જ ગમે ગાંઠને ઉજવવાનું. ( તુષાર શુક્લ )