મારો લય !-દિવ્યા સોની “દિવ્યતા”

એની લટ મને મારી ગઈ તોય,
છે એના જ શ્વાસોમાં મારો લય !

એકાદ બે ક્ષણ મળવાને,
હું મારું, જીવન વિસરી ગઈ !

વાતો આપણી ચોતરફે ,
સૌના મનને ફાવે એમ થઇ !

ખોટી વાતો પહોંચાડતી,
હતી આપણા ઘરની જ ઉધઈ !

આપની વાહ સાંભળીને,
કલમ આ સાચે જ, સારી થઈ;

અહીં દુઃખને માટે દરિયા મોટા,
ને સુખ ખાબોચીયે પડ્યું છે જઈ!

મારી નીંદર પણ તારા જેવી જ,
આવી પળવારમાં જાય ખોવઈ.

કોણ કહે નશો કરવા માટે,
જોઈએ બસ મદિરા કે મય ?

સાથે જીવતા વૃદ્ધ થયા પણ;
આપણા પ્રેમની ક્યાં વધી છે વય ?

ખોટું કરતા, હા મન તો દાઝે જ;
ને સાથે રહે તારી આંખોનો ભય !

( દિવ્યા સોની “દિવ્યતા” )

One thought on “મારો લય !-દિવ્યા સોની “દિવ્યતા”

  1. મારી નીંદર પણ તારા જેવી જ,
    આવી પળવારમાં જાય ખોવઈ.

    સરસ પ્રયત્ન.
    રદીફ વગર માત્ર કાફીયા આધારીત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *