પાછો ફર-પ્રીતમ લખલાણી April 4, 2017 શિખર પરથી પાછળ વળીને જોયું, અંધકારની રજાઈ ઓઢીને ઘસઘસાટ ઢોલિયે પોઢેલ મારા ગામના પાદરમાં ઝાંખાપાંખા ટમટમતા દીવા વચ્ચે તાપણું કરીને બેઠેલા બે-ચાર પાળિયા સાદ પાડીને મને બરકી રહ્યાં’તાં કે, દીકરા પાછો ફર…. ( પ્રીતમ લખલાણી ) Share thisFacebookXEmailWhatsApp