અભિલાષા-ઈશ્વરચંદ્ર ભટ્ટ May1 ચાલ, સામે જઈને મળતો જાઉં હેતની વાતો કરતો જાઉં કોઈનો બોજો લઈ ન શકું તો મારગમાંથી ખસતો જાઉં. મળવામાં તે શું રે જવાનું ! હળવા થઈને દિલ ભરવાનું. જુગ જુગ રીઢા પથ્થર પર, સ્મિતનું ફૂલ ખીલવતો જાઉં. મળવું છે તો અવઢવ શાની ? ક્યાં કરવી એમાં કુરબાની ? ઠઠ્ઠા ટીખળ હાસ્ય મિલનથી સૌમાં હૂંફ હું ભરતો જાઉં. પૃથ્વી પાટે જનમ લઈને ઋણી સૌનો આ મેળામાં; કોઈનાં આંસુ સહેજ લૂછીને મારું હાસ્ય ચીતરતો જાઉં. ( ઈશ્વરચંદ્ર ભટ્ટ )