ધારા વર્ષાની-ઈશ્વરચંદ્ર ભટ્ટ May2 ધારા વર્ષાની ઝરમર ઝરપી ટપ ટપ ટપકે, ગડગડ ગગડી નેવાં છલકે; દડદડ દદડી ઘૂઘૂ ગરજે-હેલી વર્ષાની. વ્યાકુળ વ્યોમ વસુધા ચંચલ, કો’ક નવોઢા નિર્દય વાદળ-પીડા વર્ષાની. નભથી વરસ્યું ભીનું તમ જે, ધરતી સ્પર્શે લીલું છમ તે; પ્રીત રસાયણ હળવું મલકે-માયા વર્ષાની. ( ઈશ્વરચંદ્ર ભટ્ટ )