હોય છે હા હોય છે !-દિવ્યા સોની “દિવ્યતા“ Jan30 હોય છે હા હોય છે ! આવા પણ માણસો હોય છે તમે બે- બે ની ચાર કરો એ ત્રીજા પર મરતા હોય છે ! હોય છે હા હોય છે આવા પણ ફાનસો હોય છે આ દુનિયાને ઝગમગ કરવા ખુદ અંદરથી બળતા હોય છે. હોય છે હા, હોય છે આવા પણ ચાહકો હોય છે ચુપચાપ રહે ભલે જગ સામે એ સ્વપ્નોમાં મળતા હોય છે ! હોય છે હા હોય છે આવા પણ બાળકો હોય છે એમની કાલી ઘેલી સાચી વાતોથી એ આખા ઘરને ઘડતા હોય છે. હોય છે હા હોય છે આવા પણ તારકો હોય છે જીવનની પ્રશ્ન સુનામીના એ જવાબો વળતા હોય છે ! ( દિવ્યા સોની “દિવ્યતા“ )