અલગ છે-મયંક ઓઝા Jun13 સાંજનું ઢળવું અલગ છે, જાતનું બળવું અલગ છે. એ પ્રતીક્ષાની પળોમાં, ખુદનું ઓગળવું અલગ છે. ચોતરફ ભટક્યા પછીનું, ઘર તરફ વળવું અલગ છે. શ્વાસને ઉચ્છવાસ જેવું, આપણું મળવું અલગ છે. કોઈના આંસુ લૂછીને, સહેજ ઝળહળવું અલગ છે. ( મયંક ઓઝા )