ખરતા તારા વિશે-રઘુવીર ચૌધરી Apr2 તારો દિવસે ખરે છે તે દેખાતો નથી, અવકાશમાં શમી જાય છે. યુદ્ધમાં મરતો માણસ અંતે ઓળખાય છે. દિવસે એના ઘરમાં અંધારું થાય છે. યુદ્ધના આયોજકો એનું મોં ફૂલોથી ઢાંકી દે છે. જેણે ફૂલોમાં સુગંધ જગવેલી એ ચંદ્ર ખરી ગયેલા તારા વિશે સરહદ પરથી પૂછે છે : તમે ખરેલાને હવે કેમ સંભારતા નથી ? ( રઘુવીર ચૌધરી )