લખાયેલો એકાદ પત્ર પણ કોરોકટ મળે,
ન હોવાથી કાંઠા, જળ વગરનો આ તટ મળે.
કપાયેલા છે હાથ, સગપણથી દૂર જ રહ્યો,
અને તોયે છાતી પર સમયની થાપટ મળે.
અહીં જે છે તૈયાર મરણ સુધી જંગ લડવા,
એ લોકોને શ્વાસોય લડત સુધી છેવટ મળે.
તમારા શ્વાસોની ધડપકડ આજે થઈ શકે,
અને પૂછો જો કારણ ઉત્તર ચોખ્ખોચટ મળે.
ઉધામા નાખે છે પવન પણ દાવાનળ બની,
ઢળેલા ઢાળે આગને ગજબની ફાવટ મળે.
( પરાજિત ડાભી )