આંખો થોડાં આંસુ રાખો-આઈ. જે સૈયદ

આંખો થોડાં આંસુ રાખો,

દિલને થોડું પ્યાસું રાખો.

 

એ તો વરસે વરસાદ છે,

પોતાનું ચોમાસું રાખો.

 

વરણાગી રાહોની છે સફર,

ગુલાબોનું ભાથું રાખો.

 

રણમાં પણ ઉગે ગુલાબ,

ભીતર ઝરણું સાચું રાખો.

 

ખાટી મીઠી યાદો સાથે,

છુપાવેલ પતાસું રાખો.

 

( આઈ. જે સૈયદ )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.