વારતા રે વારતા -પ્રતિષ્ઠા પંડ્યા Jan6 મારું પેટ તસ થઈ ગયું ત્યાં સુધી તેં મને જમાડયા કરી કહી કહીને વારતાઓ કુટુંબોની જ્યાં હોય પ્રેમનું સામ્રાજ્ય દરકારની ભાવના સૌના મનમાં અહમનો ચડે બલિ હોય બાળ કિલ્લોલતાં આવે ખુશીઓ ઘોડે ચડી હોય સૌ રાજી સૌના હોવા થકી એવું લાગતું જાણે આથી અદકું ના કદી હોયે ના ચાહુંય હું કદી ને પછી તેં મને પરણાવી દીધી. હવે હુંય કરું વારતા એ સહુ સત્યો વિશે કહ્યાં નહીં જે તેં કદી !! ( પ્રતિષ્ઠા પંડ્યા )