રાત ચાલી ગઈ-અમીન આઝાદ

જશે, ચાલી જશે, ગઈ, એ વિચારે રાત ચાલી ગઈ,

ખબર પણ ના પડી અમને કે ક્યારે રાત ચાલી ગઈ.

 

તમે જ્યાં આંખ મીંચી કે બધે અંધાર ફેલાયો,

તમે જોયું અને એક જ ઈશારે રાત ચાલી ગઈ.

 

હજી તારાની સાથે જ્યોત્સનાની વાત કરતો’તો,

હજી સાંજે તો આવી’તી , સવારે રાત ચાલી ગઈ.

 

જુઓ રંગભેદથી બે નારીઓ ન રહી શકી સાથે,

ઉષા આવી તો શરમાઈ સવારે રાત ચાલી ગઈ.

 

તમારા સમ ‘અમીન’ ઊંઘી શક્યો ના રાતભર આજે,

પરંતુ કલ્પનાઓના સહારે રાત ચાલી ગઈ.

 

( અમીન આઝાદ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.