અમે પંથ ભૂલ્યાના-દિલખુશ રાજકોટી

અમે પંથ ભૂલ્યાના રાહી બનીશું,

અને દેશ માટે સિપાહી બનીશું.

 

કરીશું વતનનું જતન પ્રાણ માટે,

અને શત્રુ કાજે તબાહી બનીશું.

 

કરીશું ન લવલેશ જગમાં કોઈથી,

અમારા જ બળથી પનાહી બનીશું.

 

નમીશું નહીં શત્રુને કોઈ કાળે,

ન ભૂંસાઈ જાએ એ સ્પાહી બનીશું.

 

બનીશું અમે નેક ને એક જગમાં,

ફક્ત તારા બંદા ઈલાહી બનીશું.

 

( દિલખુશ રાજકોટી )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.