ક્યારેક-અવિનાશ પારેખ

ક્યારેક

અફવા

તો

ક્યારેક

ધારણા

નજરને ઘેરતી રહે છે

છતાં

આંખને અંધાર સાથે

મિત્રતા હોઈ શકે ?

 

એથી

મન

સમજાવે મને

એની પહેલાં

હું મનાવી લઉં છું

મનને

કે

કાળમીંઢ અંધાર

અંજાય જાય છે આંખોમાં

અને

પછી હોય

જળ નહીં-ઝાંઝવા

 

ચારેકોર

મૃગજળ બંબોળ…

 

( અવિનાશ પારેખ )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.